અગર જો એકલા હો તો ખુલા દિલથી રડી લેજો
સબંધો લાગણીના તારવી, ઈશ્વર અડી લેજો
બુકાની મૌનની બાંધી, શબદ સેનાની સંગાથે
સહારો લઇ કલમનો, કાગળે યુધ્ધો લડી લેજો
ફરી ક્યારે સમય આવે, અને એ રામ પણ ક્યા છે
કોઈ પથ્થર મળે, તુર્તજ અહલ્યાને ઘડી લેજો
સમયની અંગુલી પર યાદને વીંટી, અમારી સૌ
અનેરી એ અલૌકિક ક્ષણ સજાવીને જડી લેજો
ભલે હો ચાર ખભ્ભા, કે પગથીયું હો કબર જેવું
અટારી આભનીએ પહોંચવા બેશક ચડી લેજો