24.3.08


તસુએ ભાર એ હરદમ ન ખસતો
છતાં મંઝિલ સુધી લઈ જાય રસ્તો

સુરજની આંગળી આભે અડી ત્યાં
ભર્યો સંસાર આખો થાય હસતો

ભલે પડછાયો મોંઘો ભર બપોરે
સવારે ને, ઢળી સાંજે એ સસ્તો

ખબર છે દિલમાં તારા ક્યાંય છું ના
લટારો મારતો શમણે અમસ્તો

થયો છું સ્થિર મયખાને, હું ઉલટો
ઘણી વારે મસીદોમાં લપસતો

જીવન આખું જીવ્યો બાંધી કફન હું
મરણ પર જાળવી રાખ્યો શિરશ્તો

20.3.08


रंग चडा जो शैतानीका चहेरे पर, धुलवाओ
खुन बहे गद्दारी नसमे कोई उसे बदलाओ
आज चलो कुछ नया करे होलीपे, सर खुजलाओ

लाल है मेरा, हरा हमारा, कब तक चिल्लाओगे
बीच बोले तो, बापु रखदो, फीर झंडा लहेराओ
आज चलो कुछ नया करे होलीपे, सर खुजलाओ

बोल रहा है काला पैसा, काली रातमे दरदर
चीख रही महेनत, खुद्दारी, उनको भी उजलाओ
आज चलो कुछ नया करे होलीपे, सर खुजलाओ

यार सफेदी चोला पहेनो, डाल बसंती छींटे
प्यार गुलाबी मुंहपे मलाना, फीर मिलकर दहोराओ
आज चलो कुछ नया करे होलीपे, सर खुजलाओ

आंख सभीकी लाल, झुंबापे कडवाहटकी बोली
गुस्सा, बदला, चोरी डाका, चुन चुन कर सुलगाओ
आज चलो कुछ नया करे होलीपे, सर खुजलाओ

18.3.08

૫૫૫૫૫

૭૭૭૭૭૭૭

૫૫૫૫૫

હવે હાઈકુ નો વારો...!!
****
સત્યને પણ
’અ’ થી આઘું થોડું તો
રહેવું પડે
****
ગઝલ યાને
અક્ષર તણું જાણે
ગાંધીનગર..!!
****
પડછાયાને
રાત અને શમણા
વિષે કાં પુછો..?
****
સાવ અમથી
વાત તું કરતી, ને
હું ડૂબી જતો
****

17.3.08


ग़रीबकी होली....

कैसे मनाउं होली
खुदकी नही एक खोली
फीका है दामन हमारा
रंग ही से आंख मिचोली
कैसे मनाउ होली….

पहेली किरनसे में न्हाउ
धूंदोसे खुदको संवारुं
दर्पन नही हे युंही बस
पहेनु दुखोकी चोली
कैसे मनाउं होली….

राशनका ना कोई मसला
जो था वो बच्चोंमे फिसला
आया में खाकर, बहाने
भुख नही वो भी बोली
कैसे मनाउं होली….

करवट बदलकर ही सोये
मन ही मे मन ही मे रोये
निंदो से नाता जो तुटा
चाहे दो कितनी भी गोली
कैसे मनाउं होली….

खूब जमाकरके खेलो
हमरी भी किस्मतको लेलो
हम तो चले अब जहांसे
खुदकी उठाकर के डोली
कैसे मनाउं होली….
A TRIBUTE TO SO CALLED
MERAA BHAARAT MAHAAN

10.3.08

ગીત....રાધાની વેદનાનું


મારા વાલમ તારી વાંસલડીના સૂર અમુને વાગે રે
ઓલ્યા હોઠે તારા, સોત અમારી બેઠી એવું લાગે રે
મારા વાલમ.....

તારા ટેરવાની ઝંખ
મારા હૈયા કેરો ડંખ
તારા ભીનાં ભીનાં શ્વાસોથી અગનીની જ્વાળા જાગે રે
ઓલ્યા હોઠે તારા.....

તમને સાત સૂરોની માયા
તપતી સોળ વરસથી કાયા
અમે તમને આપ્યા દાણ ઘણાયે, દલડું થોડું માંગે રે
ઓલ્યા હોઠે તારા......

લઈને રોજ ચરાવો ધેનુ
રાતે કામ નથી કંઇ એનુ
તમે શમણે અમને પોરવજોરે પ્રિત સરીખે ધાગે રે
ઓલ્યા હોઠે તારા....

7.3.08


અડાબીડ ભીડે હું સૌને અડ્યો છું
છતાં કોઈ નજરે ના હરગીઝ ચડ્યો છું

અમે શ્વાસને ઊચ્છવાસોની વચ્ચે
હતાં પાતળી રેખ, પણ ક્યાં નડ્યો છું ?

ભલે એમ કે’તા, શકુની નથી, હું
તમે જેમ કીધું એ પાસે પડ્યો છું

મને શોધવામાં, ઉંડા ઊતરો તો
પ્રતિબિંબ , પડછાયે કાયમ જડ્યો છું

અમે સ્મિતના છીપે આંસુ ઉછેર્યા
સુખે કે દુ:ખે હું કદી ના રડ્યો છું

6.3.08

આજના શિવ ભક્તો..(.શિવ તાંડવના લયમાં)જટાએ સેટ વેક્સ છે, જે
અવતરે ગગન તરફ...
ગળે વિંટેલા આઈ પોડ
વદે કરમ ફુટ્યાં હરફ...

કરે ધરેલ નોકીયા
સતત રહે છે કર્ણ પર
બીજા કરે ત્રિશુલ નથી
દ્વિચક્રી છે ઘરર..ઘરર..

એ ચર્મના જે વલ્કલો
રે જીન્સ ને જેકેટ છે
ભલે હો ખાલી ખમ્મ પણ
છ આઠ તો પોકેટ છે

ત્રીજું રતન તે આંખનું
મોબાઇલ કેરું ક્લિક હશે
કરે છે દોમ દોમ વટ
ને શિસ્ત સાવ સ્લીક હશે

અજાણ ના, છતાં શિવે
પીધેલું જેમ ઝેર ને
પીઝા, મિરીન્ડા, ગુટકા
આમંત્રે કાળા કેર ને

3.3.08

સંસારી રંગ નહી લાગે.....
કેસુડો કરગરતો, ગદગદ ગુલાલ થાય
હરીયાળી કરતી’તી રૂદન અફાટ

આસમાની આભ અને રાતો ગુલમ્હોર
ઓલી કાળી કોયલડીઓ ટહુકે કકળાટ

પીળી ચટ્ટક એવી ખિલતી કરેણ અને
ધવલા એ હંસલાઓ કરતાં ફફડાટ

ઓણુકી હોળીએ ચડતાં નથી રે રંગ
જાત મારી રહી ગઈ છે કોરી કટ્ટાક

પ્રેમ કેરાં રંગોથી લથબથ આ કાયા રે
દુનિયાના રંગ કેરી ઉપસે ના છાંટ

હરિયાની ભક્તિનો રંગ એવો પાક્કો
હવે ઝાંખો લાગે છે સંસારી ચળકાટ