જટાએ સેટ વેક્સ છે, જે
અવતરે ગગન તરફ...
ગળે વિંટેલા આઈ પોડ
વદે કરમ ફુટ્યાં હરફ...
કરે ધરેલ નોકીયા
સતત રહે છે કર્ણ પર
બીજા કરે ત્રિશુલ નથી
દ્વિચક્રી છે ઘરર..ઘરર..
એ ચર્મના જે વલ્કલો
રે જીન્સ ને જેકેટ છે
ભલે હો ખાલી ખમ્મ પણ
છ આઠ તો પોકેટ છે
ત્રીજું રતન તે આંખનું
મોબાઇલ કેરું ક્લિક હશે
કરે છે દોમ દોમ વટ
ને શિસ્ત સાવ સ્લીક હશે
અજાણ ના, છતાં શિવે
પીધેલું જેમ ઝેર ને
પીઝા, મિરીન્ડા, ગુટકા
આમંત્રે કાળા કેર ને
No comments:
Post a Comment