30.7.10

તમારી એક હા-ના થી હ્રદયને ઠેસ વાગે છે
મુલાયમ પ્રેમના પથ પર, ચરણને ઠેસ વાગે છે

નર્યા નફ્ફટ નગરમાં હાક બેશર્મીની કેવી છે ?
જરા ઓળંગતાં ઉંબર શરમને ઠેસ વાગે છે

નથી નિશાન નીચું, કાન સુધી છેક ખેંચી પણ
ધનુર્ધર ધ્યાન-બે થાતાં, પણછને ઠેસ વાગે છે

અમારાં પ્રેમ નો આસવ, અમે હર શબ્દમાં રેડ્યો
તમારી દાદ ના મળતાં, કલમને ઠેસ વાગે છે

હવે સહુ લાશ જીવતી છે, અને હર ઘર કબર જાણે
મસાણે શું ?, શહેરમાં પણ મરણને ઠેસ વાગે છે

29.7.10

ફૂંક બે તું મારજે, શઢમાં ખુદા
છે પછી બે હાથ મારા, નાખુદા

છે અરીસો એજ કે, છું હું અલગ
આજ ચહેરા સાવ લાગે બેહુદા

સહેજ પીળી ચટ્ટ શંકાએ જુઓ
પાંદડાઓ ડાળથી પડતા જુદા

લાગણી નક્કર હતી મારી છતાં
આપણા સંબંધ જાણે બુદબુદા

યાદમાં હું કોઈની, મળતો નથી
ક્બ્ર પર મારી લખી દો ગુમ શુદા

25.7.10

कसमें खाने के सिवा कुछभी नही करते है
जाने क्युं लोग झमानेसे भला डरते है

गर वो कांटा मुझे समझे भी तो, परवा ही नहीं
क़म से क़म, दिलके क़रीब आके उन्हे चूभते है

होते मस्जिदमें नहीं रूबरू हर दिन मौला
महेफिलें खासमें अक़सर वो मुझे मिलते है

तेरी यादोंमे ना मरनेको, पीया करते है
जैसे जीनेके लिये सांसोको हम भरतें है

फर्क ईतना हे की, तादात बडी आज हुई
वरना घुट घुटके अकेलेमें सदा मरते है

22.7.10

કેમ જાણે દિલ અમારૂં હો ધનુ
તોડવા યત્નો કરે છે સૌ મનુ

કાંચળી માફક વફાને તું તજે
ક્યાં મળ્યુ વરદાન તમને સર્પનું

ખેતરો સમજણ તણા ખેડ્યા અમે
વાવ લે, અઘરૂં બિયારણ અર્થનું

વૃક્ષની કઠણાઈ સંજોગો હશે
યાદ છે કુણું વલણ એ દર્ભ નું

મોત પહેલા છે સજા એ જીંદગી
ચાલ ઓઢી લે કફન તું કર્મ નું

21.7.10

સમી સાંજનો મીઠો કલરવ તમે
ઢળી રાતનો આછો પગરવ અમે

જરા વાતમાં ખાતાં સમ-સમ તમે
અને બેય વચ્ચેની અનબન અમે

છલોછલ ભરાયેલુ સરવર તમે
કિનારાને અફળાતું ખળખળ અમે

લદાયેલ શૃંગાર હરદમ તમે
નરી છેડતીઓનું ખનખન અમે

પ્રશસ્તી તણા ફુલ અઢળક તમે
પછી પીઠ પાછળની ચણભણ અમે

20.7.10

જામ જો કે મહેફીલે પિરસાય છે
ઘુંટ એકલતા જ ના પીવાય છે

અંત ને આરંભના બે પડ મહીં
માનવી ઘટના રૂપે પીસાય છે

આભ જ્યારે મૌનનું ફાટી પડે
હોઠ આપો આપ સૌ સિવાય છે

આંસુઓના કોણ આંસુ લુછશે
પાંપણો વચ્ચે સદા હિજરાય છે

શ્વાસ લેવાની હવે ફુરસદ નથી
તોય સાલું કેમનુ જીવાય છે..!!

18.7.10

જર્જરિત બેઠો હતો જે ડાળ પર
કેમ જાણે, હું જ મારા કાળ પર

એક ડગ, કપરાં ચઢાણે બોલશે
સેંકડો પગલાની સામે, ઢાળ પર

બંધ હોઠે આપ લે વખતે થતી
જીત હરદમ મૌનની, વાચાળ પર

કંઈક સંબંધો અનોખા કેળવ્યા
ક્યાં સુધી આધાર રાખુ નાળ પર

મોત આઘું ઠેલવાનું, છે સતત
કેમ હું જીવું એ, જુઠ્ઠા આળ પર

17.7.10

હાથ બે ઉંચા કરેલા મેં દીઠા પરમેશ ને
તો પછી કોના ભરોસે રાખવો આ દેશને

હાય પૈસો, ખાય પૈસો, નહાય નકરી નોટથી
શ્વાસમાં પણ જો મળે, તો લે ફકત એ કેશને

વાલીયા, રાવણ, શકુની, કંસ દુર્યોધન તણા
બેધડક ભજવી શકે પરધાન કેવા વેશને..!!

અર્ધ નગ્નો માનવી ભુખ્યાંની સામે જોઈને
દર્દ દિલમાં ના થયુ, ઉતર્યું બધુંયે ફેશને

નમ્ર છે મારો પ્રયત્ન, દેશના હર એકને
આપવો છે, એક સંવેદન ભર્યા સંદેશને

15.7.10

દર ચોમાસે મેઘ થતો ભઈ માણસ વલ્લો
ઠલવી દેતો વાદળ નામે, આખો દલ્લો

ધોમ ધખ્યાનો, નભ સાથેનો, વાઢી નાખે
મુશળધારે, એક ઝાટકે , આઘો પલ્લો

ખળખળ ઝરણા, હરિયાળી, ખુશ્બુ માટીની
કુદરત પણ જો ખોલી નાખે અંગત ગલ્લો

બન્ને કાંઠે ઉભરાતી સરિતા જાણે કે
લટકાતી મટકાતી દોડે છમ્મક છલ્લો

સુકા ભઠ્ઠ સૈનિકો, અગ્નિ ઘોડા નાઠા
હાથી પર બેસીને હેલી, કરતી હલ્લો

14.7.10

ગઝલ આજ પુરી લખાતી નથી
અરે..! શાહી કેમે સુકાતી નથી

અમે તો કલમ સહેજ ભીની કરી
અસર આંસુઓની ભુંસાતી નથી

ઝરે લાગણીઓ સતત ટેરવે
ફરક એ કે , ખળ ખળ એ ગાતી નથી

વિચારોના આંચળને દોહ્યા કરૂં
છતાં ગાય મનની દુઝાતી નથી

મતલા થી મક્તા સુધી પહોંચવા
ગલી કોઈ સીધી જણાતી નથી

સુતો, ના દીધેલી તમે, દાદ પર
બની ભિષ્મ, આંખો વિંચાતી નથી

ઘણુ થાય મારી ઉમર દઉં તને
દુઆ સાવ એવી અપાતી નથી

10.7.10

વરસાદ - ૨૦૨૦

કાશ એ ટી એમ એવા નીકળે
નાખ છાંટા બે, ને ટહુકા નીકળે

જ્યોતીષોનું કાંઈ કહેવાતું નથી
કુંડળીઓમાં જ સટ્ટા નીકળે

ફોન "પીઝા" નો કરો ઈટાલીયન
સાંજ "ઢળતી" પારસલમાં નીકળે

ઝુમશો થઈ છાકટા વરસાદમાં
રેઈનના પણ ક્યાંક "ક્વોટા" નીકળે

સીઝનો પ્રી પેઈડ બારે માસ છે
આપણી પાસે જ લેણા નીકળે

મેઘ માને છે હવે વીક એન્ડમાં
રોજ મુશળધાર થોડાં નીકળે

માનવી પણ સાવ છતરી થઈ ગયો
બહાર ભીના, મ્હાંય કોરાં નીકળે
ભલે હું રણ હતો શબ્દો તણું
અમે મૃગજળ પીવાડ્યું છે ઘણું

દિવાલો, કાંગરા, છત, છો ઉભા
મને અવગત ઘણું છે આંગણું

મળી છે હુંફ મિત્રોને, કરી
અમારી લાગણીનું તાપણું

સતત જો સ્પર્શ પામું આપનો
કબુલું આંખમાં થાવું કણું

કબરની પણ મજા છે આગવી
નર્યું એકાંત ઉજવો આપણું

8.7.10

आयनेकी खुद कहां पहेचान है
सबकी बोली बोलता, नादान, है

सिसकियां, आहे, हंसीके साथ ही
सांस लेता है मगर बेजान है

रात गुझरी कीस तरह, घर घरकी वो
जानते सब कुछ हुए, अन्जान है

जो भी देखे, सब तुम्हे बतलायेगा
कोन कहेता है कि वो बेइमान है

मुस्कुरा दो, एक पथ्थर मारके
फीर भी देता सौ गुनी मुस्कान है

7.7.10

આડશો દિવાલની પિગળી જશે
લાગણીઓ તે પછી સરભર થશે

કો’ક દિ એકાદ નાનો કાંગરો
છેક પાયેથી હિસાબો માંગશે

રણ હથેળીમાં, અમારાં નામની
વીરડી ગાળો તો આંતસ બૂઝશે

આંગળી ચીંધ્યા કરો છો, તો પછી
કોણ પર્વતને હવે ઉંચકાવશે

ઝુંપડીમાં જે કદી પ્રગટ્યો નહીં
કોઇ તો દિવો મઝારે મુકશે

6.7.10

આ....હા.........

જે કે શબ્દસૂર નામના મારા બ્લોગ પરની

મારી લેખન યાત્રા આજ ૪૦૦ મી રચનાએ

પહોંચી ગઈ......પાછું વળીને જોયું જ નથી..!!

બે અઢી વર્ષ પહેલા ....અમથું જ કંઈ

લખવું એમ શરૂઆત કરી......મિત્રોનો સહકાર

કવિ કાકા પ્રફુલ્લ નાણાવટીની સતત

છંદ માટેની ટકોર.....કવિ ડો. ઉર્વીશની

મૈત્રિક સલાહ તથા સુચનો....સાથે સફર

ચાલુ રહી....બ્લોગ શરૂ કર્યા પછી નેટ

સ્નેહીઓનો સતત કોમેંટ્સ દ્વારા મળતો

ઉમળકા સભર પ્રેમ...ખાસ કરીને ડો.વિવેકભાઈ,

ધવલભાઈ, ટહુકો ટીમ, ડો. ગુરૂદત્ત, ડો. સેદાણીસાહેબ

ડો. પ્રિયવ્રત જોશી, ડો.કિરણ દ્વિવેદી, ડો.કુબાવત

ધીરેન અવાશીયા, પ્રશાંત બક્ષી તરૂણભાઈ ધોળીયા

વિગેરેનો આ તકે ખાસ આભાર માનુ છું....

કદાચ કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમાયાચના.....

ઘણા મિત્રો તથા પત્નિ હિનાના અતિ આગ્રહને

વશ થઈ હવે થોડો વિરામ લઈ અને સંગ્રહની

તૈયારી કરવા ધારૂં છું
....( એ કોણ...હા....શ......બોલ્યું..??!!)

જોકે હવે આ વ્યસન જેવું થઈ ગયું છે....તો કોક વાર માફ

કરી દેજો...

બ્લોગ પરની કોઈ રચના આપને ગમી હોય તો

સંગ્રહ માટે સુચન કરવા આપને હાર્દિક આમંત્રણ છે.....

ડો. નાણાવટી

5.7.10

घुटके मरनेकी हमे आदत नहीं
सांस लेनेसे हमे फुरसत नहीं

ख्वाबमें खुशीयां बटोरी इस कदर
अब हमे कोई, कहीं हसरत नहीं

शेर पे एक दाद जो उनकी मीली
वो किसीभी जाममे लज्जत नहीं

जीस गलीमें आपकी खिडकी न हो
पांव रखना भी मेरी फितरत नहीं

खुदको कांधे पर उठाके ले चलुं
क्या करूं ऐसी मेरी किस्मत नहीं

4.7.10

सब्रकी देनी अगर मिसाल है
ज़ीदगी मेरी ही बेमिसाल है

वकतकी गिरफ्तमें जो आ गया
आदमी लगता बहुत कंगाल है

ख्वाहीशें हावी हो जब औकातपे
हर कदम पर मानलो भूचाल है

बंदगी, कुछभी नहीं, अल्लाहका
सिर्फ फैलासा हुआ एक जाल है

क्या बताओगे खुदाको मुंह, अगर
आयने के सामने ये हाल है

देख मेरी कब्रको, अय ज़ीदगी
मौतका तोहफा बडा, कम्माल है
चलो नया कुछ कीया करे
हम आंधीयोमें दिया करे

हवा, सुनहरी किरन, फ़िझां
मिलाके सब आशियां करे

जो ख्वाहीशें पुरी ही न हो
उन्हीमें क्युं कर, जीया करे

ज़्खम भी है, वो भी आयेंगे
दवा भी उस दरमियां करे

पिलाके सबको युं रात भर
बची सहर, वो पीया करें

2.7.10

कुछ तो होगा नशा, निगाहोंमे
कितने गिरते है तेरी राहों में

लुफ्त इतना कहां है सांसोमें
जीतना घुटकर है तेरी बाहोंमें

ऐसा अंदाझ था सझाओंका
हम भी बहेके रहे गुनाहोंमें

तन्हा ये ज़ीदगी से अच्छा है
मर ही जाये तेरी पनाहोंमें

तुझको हरदम, ना कभी तुं मुझको
फर्क कीतना है अपनी चाहोंमें

1.7.10

નદીને હજુયે થવું’તું ઝરણ
પરંતુ ચડે કઈ રીતે અવતરણ

ઘણી આપદા બાદ મૃગજળ જડ્યું
ને કોઈ ન દેખાતાં અમને હરણ

નશો આજ ઓછો..? કે વાંકી ડગર..!
પડે કેમ સીધા અમારાં ચરણ.?

ઘટાદાર વૃક્ષો તળે બેસતાં
સતત લાગણી થાય બુધ્ધમ શરણ

કબરમાંયે ક્યાં સોડ તાણી અમે
તમારીજ રાહે કરૂં જાગરણ