30.7.10

તમારી એક હા-ના થી હ્રદયને ઠેસ વાગે છે
મુલાયમ પ્રેમના પથ પર, ચરણને ઠેસ વાગે છે

નર્યા નફ્ફટ નગરમાં હાક બેશર્મીની કેવી છે ?
જરા ઓળંગતાં ઉંબર શરમને ઠેસ વાગે છે

નથી નિશાન નીચું, કાન સુધી છેક ખેંચી પણ
ધનુર્ધર ધ્યાન-બે થાતાં, પણછને ઠેસ વાગે છે

અમારાં પ્રેમ નો આસવ, અમે હર શબ્દમાં રેડ્યો
તમારી દાદ ના મળતાં, કલમને ઠેસ વાગે છે

હવે સહુ લાશ જીવતી છે, અને હર ઘર કબર જાણે
મસાણે શું ?, શહેરમાં પણ મરણને ઠેસ વાગે છે

1 comment:

k m cho? -bharat joshi said...

" અમારાં પ્રેમ નો આસવ, અમે હર શબ્દમાં રેડ્યો
તમારી દાદ ના મળતાં, કલમને ઠેસ વાગે છે"

ડોક્ટર સાહેબ દાદની ફરીયાદ વગર પ્રેમના આસવના ખડિયામાં ટાંક ઝબોળી SHABDASOOR..ની
સફર આગળ ધપાવો ....કલમને ઠેસ વાગે તો ટાંક ભાંગી જાય...ટાંક ભાંગે તો જીભી બુઠ્ઠી થાય અમારા પ્રેમની "બેન્ડેડ" આપની કલમ પર લાગેલી જ છે................