17.7.10

હાથ બે ઉંચા કરેલા મેં દીઠા પરમેશ ને
તો પછી કોના ભરોસે રાખવો આ દેશને

હાય પૈસો, ખાય પૈસો, નહાય નકરી નોટથી
શ્વાસમાં પણ જો મળે, તો લે ફકત એ કેશને

વાલીયા, રાવણ, શકુની, કંસ દુર્યોધન તણા
બેધડક ભજવી શકે પરધાન કેવા વેશને..!!

અર્ધ નગ્નો માનવી ભુખ્યાંની સામે જોઈને
દર્દ દિલમાં ના થયુ, ઉતર્યું બધુંયે ફેશને

નમ્ર છે મારો પ્રયત્ન, દેશના હર એકને
આપવો છે, એક સંવેદન ભર્યા સંદેશને

No comments: