29.7.10

ફૂંક બે તું મારજે, શઢમાં ખુદા
છે પછી બે હાથ મારા, નાખુદા

છે અરીસો એજ કે, છું હું અલગ
આજ ચહેરા સાવ લાગે બેહુદા

સહેજ પીળી ચટ્ટ શંકાએ જુઓ
પાંદડાઓ ડાળથી પડતા જુદા

લાગણી નક્કર હતી મારી છતાં
આપણા સંબંધ જાણે બુદબુદા

યાદમાં હું કોઈની, મળતો નથી
ક્બ્ર પર મારી લખી દો ગુમ શુદા

1 comment:

ડૉ ભરત said...

ફૂંક બે તું મારજે, શઢમાં ખુદા
છે પછી બે હાથ મારા, નાખુદા

જગદીપભાઈ ,
સુંદર અભિવ્યક્તિ!