20.7.10

જામ જો કે મહેફીલે પિરસાય છે
ઘુંટ એકલતા જ ના પીવાય છે

અંત ને આરંભના બે પડ મહીં
માનવી ઘટના રૂપે પીસાય છે

આભ જ્યારે મૌનનું ફાટી પડે
હોઠ આપો આપ સૌ સિવાય છે

આંસુઓના કોણ આંસુ લુછશે
પાંપણો વચ્ચે સદા હિજરાય છે

શ્વાસ લેવાની હવે ફુરસદ નથી
તોય સાલું કેમનુ જીવાય છે..!!

No comments: