1.7.10

નદીને હજુયે થવું’તું ઝરણ
પરંતુ ચડે કઈ રીતે અવતરણ

ઘણી આપદા બાદ મૃગજળ જડ્યું
ને કોઈ ન દેખાતાં અમને હરણ

નશો આજ ઓછો..? કે વાંકી ડગર..!
પડે કેમ સીધા અમારાં ચરણ.?

ઘટાદાર વૃક્ષો તળે બેસતાં
સતત લાગણી થાય બુધ્ધમ શરણ

કબરમાંયે ક્યાં સોડ તાણી અમે
તમારીજ રાહે કરૂં જાગરણ

No comments: