15.7.10

દર ચોમાસે મેઘ થતો ભઈ માણસ વલ્લો
ઠલવી દેતો વાદળ નામે, આખો દલ્લો

ધોમ ધખ્યાનો, નભ સાથેનો, વાઢી નાખે
મુશળધારે, એક ઝાટકે , આઘો પલ્લો

ખળખળ ઝરણા, હરિયાળી, ખુશ્બુ માટીની
કુદરત પણ જો ખોલી નાખે અંગત ગલ્લો

બન્ને કાંઠે ઉભરાતી સરિતા જાણે કે
લટકાતી મટકાતી દોડે છમ્મક છલ્લો

સુકા ભઠ્ઠ સૈનિકો, અગ્નિ ઘોડા નાઠા
હાથી પર બેસીને હેલી, કરતી હલ્લો

No comments: