21.7.10

સમી સાંજનો મીઠો કલરવ તમે
ઢળી રાતનો આછો પગરવ અમે

જરા વાતમાં ખાતાં સમ-સમ તમે
અને બેય વચ્ચેની અનબન અમે

છલોછલ ભરાયેલુ સરવર તમે
કિનારાને અફળાતું ખળખળ અમે

લદાયેલ શૃંગાર હરદમ તમે
નરી છેડતીઓનું ખનખન અમે

પ્રશસ્તી તણા ફુલ અઢળક તમે
પછી પીઠ પાછળની ચણભણ અમે

No comments: