10.7.10

ભલે હું રણ હતો શબ્દો તણું
અમે મૃગજળ પીવાડ્યું છે ઘણું

દિવાલો, કાંગરા, છત, છો ઉભા
મને અવગત ઘણું છે આંગણું

મળી છે હુંફ મિત્રોને, કરી
અમારી લાગણીનું તાપણું

સતત જો સ્પર્શ પામું આપનો
કબુલું આંખમાં થાવું કણું

કબરની પણ મજા છે આગવી
નર્યું એકાંત ઉજવો આપણું

No comments: