થવું હોય તે થાય, કોને પડી છે
જહન્નમમાં સૌ જાય, કોને પડી છે
સરે આમ મસ્તીમાં ઝુમી રહ્યો છું
ભર્યો જામ છલકાય, કોને પડી છે
તમે કોણ મારાં છો, અફવા ભલેને
બધે કાન અફળાય, કોને પડી છે
ખુદા બાંગ પોકારી દીધી અમે છે
તને જો ન સંભળાય, કોને પડી છે
જનાજે અમારીજ દિવાનગીની
ભલે વાત ચર્ચાય, કોને પડી છે
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ભલે અફવા સ્વરૂપે, પણ અમારું
તમારા કાન પર પડવું સફળ છે
તમે કોણ મારાં છો, અફવા ભલેને
બધે કાન અફળાય, કોને પડી છે
!!!!!!!!!!!!!!!!!!!!!!!!
સરસ ..
તને ન યે સંભળાય, કોને પડી છે
એની જગ્યાએ
તને તે ન સંભળાય, કોને પડી છે?
એ વધુ લયમાં લાગશે.
Post a Comment