9.3.09

ઝાકળના બે ઘુંટડા ભર, બહુ અઘરું છે
છબછબીયાં મૃગજળમાં કર, બહુ અઘરું છે

વિતી ઘટના યાદ કર્યાના તાંદુલને
ચાવી જોજે મુઠ્ઠીભર, બહુ અઘરું છે

રાચ રચીલું, આભુષણ તો ઠીક ભલા
હૈયે થાવું ખમતીધર બહુ અઘરું છે

ખભ્ભે કોઈના ચડતી કરવી સહેલ હશે
ડગલુ ભરવું ધોરણસર, બહુ અઘરું છે

શ્વાસ ખુટ્યાની સરહદથી આગળ જઈને
લંબાવી જો સહેજ સફર, બહુ અઘરું છે

2 comments:

k m cho? -bharat joshi said...

જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે
-રાઝ નવસારવી
આપણાં મોબાઈલમાંથી આપણો જ નંબર ડાયલ કરશુ તો ખ્યાલ આવશે કે આપણને એંગેંજ ટોન મળશે, આપણે આપણી જાત સાથે ક્નેકટ નથી થઇ શકતા, એટલા બીઝી
થઇ ગયા છીએ,
ફોન પર કે, નેટ પર, પત્ર દ્વારા કે ફેક્સ થી કેમ છો ? મજામાં?
ખબર અંતર પૂછીએ છીએ પરંતુ જો એ ભૂલથી સામો મલી જાય તો નજર ચૂકાવી દઇએ
છીએ.,
માફ કરજો ડૉકટર સાહેબ, આજે જરા વધારે લખાઇ ગયુ કારણ કે આપની ગઝલે મારો નંબર ક્નેકટ કરાવી દીધો “શ્વાસ ખુટ્યાની સરહદથી આગળ જઈને
લંબાવી જો સહેજ સફર, બહુ અઘરું છે”એટલુ મારે નથી દોડવું કે जीन्दगी कि सुहानी सफर मे दौड लगाके खांसने लगु और सरहदे धुंधलि दिखने लगे મારે તો સરહદની આગળ જઇને સફર કરવી છે
Down, down, down into the darkness of the grave
Gently they go, the beautiful, the tender, the kind;
Quietly they go, the intelligent, the witty, the brave.
I know. But I do not approve. And I am not resigned.
I am ready to meet my Maker. Whether my Maker is prepared for the great ordeal of meeting me is another matter.

Unknown said...

hello, very well said. happy holi