નેનો ...લો....જી
હવે તો શ્વાસમા નેનો
હરેક ઉચ્છવાસમા નેનો
વસ્યો જ્યાં જ્યાં હશે માનવ
વસે એ વાસમા નેનો
ઉભે આંગણ બધે જાણે
દિવાને ખાસમા નેનો
યુવાનો બાઈકને છોડી
ધરે ડંફાસમા નેનો
તિમિરના જંગલો વચ્ચે
દિપે અજવાસમા નેનો
મહિન્દ્રા ફોર્ડ મારુતી
ગણે બકવાસમા નેનો
સુરાને કોણ પુછે છે
બધાની પ્યાસમા નેનો
ભલે પકવાન બત્રીસ હો
મળે મુખવાસમા નેનો
ચડાવે ફુલ હર કોઈ
કશે ઉપહાસમા નેનો
શહેરમા ચોક ચૌટાએ
હશે કંકાસમા નેનો
પછી તો કાગડા કહેશે
કે નાખો વાસમા નેનો
અરે ’ટાટા’ની બદલે સૌ
કરે ઉલ્લાસમા નેનો
સુવર્ણ અક્ષરે ચાલો
લખો ઈતીહાસમા નેનો
24.3.09
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
અદભુત
નેનો ...લો....જી
અંબાણી, બીરલા, મહિન્દ્રા, બજાજ...
કહે નેનો છે ટાટા નો સરતાજ...
સુવર્ણ અક્ષરે લખાશે "જગદિપ"
નેનો નો ઈતીહાસ....
i really like your neno song than neno itself.i appreciate your gut and skill to write instanton running topic.your words are sarcastic and at times castic. "neno" good night kirit joshi
sir, i just gone through the nano song with big think: have to shwasma nano harek uchhawasma nano. though it was also appeared in the e mail.com of the phulchhab daily . congratulation....
fentastic nano
જગદીપ જામ્યો છે.નેનોલોજી બહુ ગમી.રુબરુ મળવાનુ ક્યારે થાશે તેની રાહ જોઉ છુ
જ્યોતીન્દ્ર છાયાૢભુજ
Post a Comment