29.6.09



ADMISSION KAA ODD-MISSION


વાલ્મિકી આજ બની પિટતાં નગારા
મુળમાથી આમ બધાં વાલીયા લુટારા


ભણતરનાં ભુત એણે ખુદ રે ધૂણાવ્યા
બાંધશે બધાને પછી ટ્યુશનીયા પારા


માવતરની લાગણીના ચેકને વટાવી
ખડક્યા છે મહેલ અને રોકડાના ભારા


નાત જાત ભાત તણાં ભેદ ના રખાતાં
કડકડતી નોટ જેને હાથ એજ સારા


ઢીંકણા ’સર’, પુંછડા ’સર’, રીતસર તમારા
કરશે હલાલ ’સર’, દસ માથા વાળા


સમજો માબાપ, બનો શાંત અને શાણા
દેખાડે અમથાં એ ચાંદ ને સિતારા


હીરો તો ઝળહળશે કોઈ પણ બજારે
સમજુને કાફી છે આટલા ઈશારા

1 comment:

k m cho? -bharat joshi said...

પાંચ વરહ પહેલા જમીન લીધી'તી 2 નો વીઘો 15 વીઘા લીધી'તી અત્યારે 8 નો ભાવ છે હૂ કરાય?
5 વીઘા વેચી નાખો , 10 વીઘમા સંકુલ વાવો
સંકુલ ઍ હૂ વળી ઈ હેનુ બી આવેસે?
અરે સંકુલ ઍટલે શૈક્ષણીક સંકુલ ઈ તને નહી સમજાય નિહાળ -નિહાળ સોકરા ભણે ઈ, ઈ કેમ થાય?
અરે ઍમા કાઇ નથી 5 વીઘા વેચીને જે રૂપિયા આવે ઈના 50 રૂમ ચણો 12 સાયન્સ મા નાપાસ થિયા હોય ઍવા છોકરા ગોતી લ્યો ટિશન
ચાલુ કેરી દ્યો કલરિંગ ચોપાનીયા છપાવો જો પસે રૂપિયા રૂપિયા
આરે આ તો બવ હારુ બી કેવય
તી, બી ટી કપાસ કરતા પણ સારુ.

પાંચ વરસ પહેલાના ભાઈ આજે અગ્રગ્ન્ય શિક્ષણ વિ દ છે