આમ તો એ સાવ તુરી હોય છે
ઘુંટ પીધા બાદ, ’નુરી’ હોય છે
હાથની રેખા સતત લાગ્યા કરે,
કેમ જાણે કે અધુરી હોય છે...!!
સુખ વિષેના મુલ્ય જો સમજો નહીં
દર્દ ત્યારે, બસ જરૂરી હોય છે
છો અમાસી રાત હો, પુનમ તણી
યાદ પણ કેવી મધુરી હોય છે
તું પતંગા જેટલો અંગત ન બન
એ નિકટતામાં જ દુરી હોય છે
2 comments:
હાથની રેખા સતત લાગ્યા કરે,
કેમ જાણે કે અધુરી હોય છે...!!...
NICE WORDS in a NICE RACHANA !
Chandravadan
www.chandrapukar.wordpress.com
"હાથની રેખાના વળ ખુલતા હશે
રાહમાં એનીજ સહુ જીવતાં હશે"
જગદીપભાઇ, આપની જ ગઝલનો એક શેર
-ભરત જોશી
Post a Comment