સમય છંછેડવા કોશિષ ના કર, સંજોગ થઇ જાશે
પ્રથમ એ સ્પર્ષ હૂંફાળો, પછીથી રોગ થઇ જાશે
અદાઓ ઘેર મુકી આવજો, નહિંતર અમારાથી
ઘણીયે ખાનગી બાબત ઉઘાડે છોગ થઇ જાશે
વફામાં કોઈ રાહુ, કે ન કેતુ કોઈ દિ' નડતો
હથેળી હાથમાં મુકો, પ્રણયનો યોગ થઇ જાશે
ગઝલ હું માત્ર લખતો પાનખરમાં, કેમ કે જો હું
વસંતોમાં લખીશ, તો એ તમારા જોગ થઇ જાશે
સુગંધી ખત હતો, કારણ કે છે અત્તરનો વેપારી
તમારી ખામખાં શંકા તણો એ ભોગ થઇ જાશે
1 comment:
adaaye bhale thayee jaaye ughaadee;
amthee amthee toye gamtee ... e ho...
vijay khacharia...
Post a Comment