
આમતો વર્ષો સુધી લંબાય છે
જીંદગી ભાગ્યેજ કોઇ, જીવાય છે
પુષ્પ ખિલ્યું, જો ઉપેક્ષિત થાય તો
ભીતરેથી બાપડું કરમાય છે
હર કોઈ વસતું અમારા દિલ મહીં
એજ ભ્રમમાં આયનો હરખાય છે
તડ પડેલાં સ્વપ્નની આગોશમાં
કોઈની યાદો સતત સચવાય છે
સાદ જે દરિયાએ દીધાં ગ્રીષ્મમાં
તે બધાં વરસાદમાં પડઘાય છે
જામની વાતો બધી પોકળ હતી
આંખથી, આંખો બધી છલકાય છે
2 comments:
સાદ જે દરિયાએ દીધાં ગ્રીષ્મમાં
તે બધાં વરસાદમાં પડઘાય છે...
દીધાં'તાં..રાખીએ તો કેમ?
--આ શેર બહું ગમ્યો..
vaaaah !!
khub saras !!
Post a Comment