
- શપથ લીધાં અમે બાગી થવાના
છતે શમણે અમે જાગી જવાના
થવું છે કોઈ પણ ભોગે અમારે
પતંગાની મમત માંગી ,દિવાના
હજુયે પાંગરે રસમો પુરાણી
બધાં અરમાનને ભાંગી, નવાના
ફફડતી પાંખ લઈ ઉંચે ને ઉંચે
જશો ક્યાં બંધનો ત્યાગી હવાના
પ્રતિક્ષા રાખ સુધ્ધાની ન રાખે
ચિતાને, સૌ થશે દાગી, રવાના