- શપથ લીધાં અમે બાગી થવાના
છતે શમણે અમે જાગી જવાના
થવું છે કોઈ પણ ભોગે અમારે
પતંગાની મમત માંગી ,દિવાના
હજુયે પાંગરે રસમો પુરાણી
બધાં અરમાનને ભાંગી, નવાના
ફફડતી પાંખ લઈ ઉંચે ને ઉંચે
જશો ક્યાં બંધનો ત્યાગી હવાના
પ્રતિક્ષા રાખ સુધ્ધાની ન રાખે
ચિતાને, સૌ થશે દાગી, રવાના
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
સુંદર રચના...
ચોથા શેરમાં છોડીને બદલે ત્યાગી કરી શકાય તો આખી ગઝલ એક પ્રયોગાત્મક ગઝલ બની શકે... બે કાફિયાની ગઝલ...
બાગી, જાગી, માંગી, ભાંગી...
થવાના, જવાના, દિવાના, નવાના...
Post a Comment