21.6.08


શ્વાસ લીધા બાદનો ઉચ્છવાસ છું
શબ્દના દરબારમાં ઉપહાસ છું

રૂબરૂની વાત ક્યાં, હું એમના
સ્વપ્નમાથી જે લીધો, વનવાસ છું

લાગણીના શહેરની વચ્ચે છતાં
ના થયો જે કોઈને, અહેસાસ છું

છે ખબર અંજામ પરવાના તણો
તે છતાં, શમ્મા તણો સહેવાસ છું

અંધકારે જીંદગી જીવ્યા પછી
ભડભડે જે આખરી, અજવાસ છું

1 comment:

વિવેક said...

ખૂબ સુંદર ગઝલ.. બધા જ શેર મજેદાર થયા છે....