સવારે ૬ વાગે કંઈક લખવા માટે પેન્સિલ
અને કાગળ લીધા અને એક વિચાર સ્ફૂર્યો,
તમારા સમ , તમે માનશો નહીં પણ એક
અસ્ખલિત પ્રવાહની જેમ આ ગઝલ
ફક્ત ૩ મિનિટમાં લખાઈ ગઈ....સાલું
સ્ફુરણાંનુ તો આવું છે...આ ઝટ પટ ગઝલ
તમારી સાથે શેર કર્યા વગર મને ચેન નહી પડે...
a fastest written gazal, a single
stroke gazal for you......
છોલતાં પેંસિલ અમોને કંઈક એવું થાય છે
ક્ષણ અને ઘટનાની ધારે જીંદગી છોલાય છે
શ્વાસ છે લોલક સમા, જીવન દીસે ચાવી રૂપે
કોણ જાણે કોણ કોનાથી સતત લંબાય છે
જોડણીની હર ક્ષતિ આરામથી ભૂંસી શકું
પણ તમે કર્મો કરેલા એમ ક્યાં ભૂંસાય છે
ઘર ભરી દો આજ ખુશ્બુથી, અમે કાલે નથી
જીંદગી કેવી જીવો, એક ફુલ પણ કહી જાય છે
દાદ પામે હર ગઝલ, એવું ખુદા મુમકીન નથી
હુંય છું તારી ગઝલ, ક્યા એટલી વંચાય છે...!!!!
સાર.....ગઝલ લખવી તો સવારે ૬ વાગે લખવી...!!!!!
27.1.09
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
સુંદર ઝડપી ગઝલ...
હુંય છું તારી ગઝલ--- વાહ! ક્યા બાત કહી!!
સુંદર ઈંસ્ટંટ ગઝલ લખાઈ છે! અભિનંદન...!
સવારે 6 વાગ્યે ઉઠીને ટ્રાય કરવી પડશે એવું લાગે છે... પણ કદાચ "એલાર્મને ન વાગવાનું" કહેતી ગઝલ લખાઈ જાય તો નવાઈ નહીં! :-)
ભલે તરત જ સ્ફૂરી હોય, કે પછી થોડા જ સમય માં લખાઇ હોય પણ ખૂબ જ અર્થ સભર છે. જિંદગીનો મર્મ સમજાવી જાય છે.
અભિનંદન આવુ લખવા બદલ.
"ખજિત" તારી કલમ થી સર્જાયેલી ગઝલ
Dear Dr Nanavati
My Jetpur friend Shree Vasant Pathak introduced me to your webpage. Although I do read and write in Gujarati, unfortunately my computer does not have proper facility to write in Gujarati on the spot. I can do so using Word for Windows for which I do have Gujarati fonts. I will see if I can come back with a Gujarati text.
Congratulations to you on your blog. Poems are beautiful and I enjoyed reading them.
Warm thank you to you.
Sincerely yours
Rohit
Bristol England
rohitbarot@gmail.com
wah khub saras...
kayrek jaldi thi je lakhai che, te kalako na manthan bad pan nathi lakhatu. atle j koye kahyu che ne, dimag ni dhar thi lakhva karta dil ni dhar thi lakhvu joye. jema savedna and patikapanu vadhu hoi che.
bus avi navu navu lakhta ro...
Maulik Mehta
99099 41551
Post a Comment