મિત્રો,
થોડા સમય પહેલા મે એક ગઝલમાં લખ્યું હતું
કે....
પાન એકાદું ખરે એ પાનખર કહેવાય નહીં.....
સાચું, પણ તો પછી ખરેખર પાનખર કોને કહેવાય ?
આમ જુઓ તો દરેક ક્ષેત્રમાં જે થવું જોઈએ
તે ધારણા મુજબ ન થાય તેનુ નામ પાનખર...
તેવુંજ કંઈક કહેતી આ રચના તમારા માટે...
વૃક્ષ લીલું સહેજ પણ ફરકે નહીં....એ પાનખર
સાવ અંગત , હોઠમા મલકે નહીં....એ પાનખર
વાયરો ચૂમે અને ઝાકળ કરે અભિષેક, પણ
સુર્યના સ્પર્શે પ્રથમ, મહેકે નહી....એ પાનખર
હોઠ તરસ્યા, મસ્ત સાકી, ને છલોછલ જામને
મૈકદે મૈકશ, છતાં ઉચકે નહી....એ પાનખર
કેટલાં કામણ કરે પ્રશ્નોત્તરી સામે ઉભી
ને અચળ દર્પણ કદી બહેકે નહી....એ પાનખર
ઢોલ ધ્રબકે, હોંશ વરસે, ધૂળ ઉડતી પાદરે
મોરલા ચિતરેલ જો ગહેકે નહી.... એ પાનખર
વણફળી ઈચ્છાઓ, શમણાં, ઓરતા ભારેલ છે
તોય પણ મારી ચિતા ચહેકે નહી....એ પાનખર
10.2.09
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
waah waah bapu waah waah....
vasant ma pankhar...!!! sundar kalpan..
ઋતુની પાનખર એટલે પાંદડાનું ખરવું,
જીવનની પાનખર એટલે ઘડપણનું આવવું,
હ્રદયની પાનખર એટલે સનમનું તરછોડવું,
ગઝલની પાનખર એટલે શબ્દોનું ખોવાવું!
"આમ જુઓ તો દરેક ક્ષેત્રમાં જે થવું જોઈએ
તે ધારણા મુજબ ન થાય તેનુ નામ પાનખર..."
કૉમેન્ટ કાજે આજે ધારણા મુજબ શબ્દ નથી મલતા!! ખરેખર પાનખરનો અહેસાસ થઈ ગયો!!!
ડો.સાહેબ, કમાલની કલમ છે તમારી
i think so require some thing to say anything about this ghazal though i dont have that but still i want to say its tooooooo goood
લો પાનખર વીશે મારી બે ગદ્ય કવીતા ય વાંચી લ્યો ..
http://gadyasoor.wordpress.com/2008/12/16/autumn_aspiration/
અને
http://gadyasoor.wordpress.com/2007/12/06/paankhar/
Post a Comment