16.2.09

હજુ ક્યાં એટલી ઝાઝી અસર છે
મદિરા કેટલી બાકી, ખબર છે

હશે નફરત તમારી સર બુલંદી
અમારી લાગણી પણ ધર કધર છે

ભરો હળવી તે કેવી સાવ ચૂમી
અમારા હોઠ સુધ્ધાં બે ખબર છે

નિ:સાસે એક ઉંડાથી અમારો

જીવન ફુગ્ગો સમજ ફુટ્યા ઉપર છે

નથી આઘો બહુ એ દિલ વિસામો
હવે બસ બે કદમ ઉપર કબર છે

1 comment:

k m cho? -bharat joshi said...

"ભરો હળવી તે કેવી સાવ ચૂમી
અમારા હોઠ સુધ્ધાં બે ખબર છે"



આવી રીતે?
ખુબ જ સુંદર ખ્વાબ!!!!

કેવી રીતે?
આપનુ મૅઈલ જોવા વિઁનંતી