22.8.09


ગુલાબી ગાલની મોસમ
હજુ છલકે, તમારા સમ

ઝખમ, તારીજ યાદો દે
લગાવે એજ બસ મરહમ

અરીસો કઈ રીતે તોડું
પ્રતિબિંબો જ છે હમદમ

પિછાણું ક્યાં તૃષાને હું ?
અમે પીતા રહ્યા હરદમ

અમારા અસ્તને ગણજો
નવા અજવાસનો ઉદગમ

3 comments:

Govind Maru said...

'અમારા અસ્તને ગણજો
નવા અજવાસનો ઉદગમ'
સરસ...

વિવેક ટેલર said...

મુકુલ ચોક્સીની કવ્વાલી યાદ આવી ગઈ:


તમારા રૂપની રેલાય છે મોસમ, તમારા સમ;
જગત આખામાં ફેલાઈ જશે ફોરમ, તમારા સમ!!

Sapana said...

Sunder Rachana.

અરીસો કઈ રીતે તોડું
પ્રતિબિંબો જ છે હમદમ

Sapana