3.11.09



ચાલ તણખલે સાત સમંદર પાર ઉતરીએ
હામ તણાં હલ્લેસા મારી રામ સમરીએ

આજ સુધી તો ડાળ હતાં શૈષવની કુણી
શિલ્પ જીવનનું હાથ હથોડે, કાળને ઘડીએ

ગૂઢ અધૂરા મર્મોના અક્ષર કરતાં તો
સહેજ અડ્યાનાં અણસારે બિંધાસ્ત ઉકલીએ

ઘોર હતાશા રાત બની હરરોજ ઢળે છો
રોજ પ્રભાતે સોનેરી શમણાં થઈ ઉગીએ

રેત સરી ગઈ, ખાલીપાનો શ્વાસ ભરીલે
યાદ બની ઝળહળ, જીવતર આખું વિસરીએ

2 comments:

k m cho? -bharat joshi said...

"રેત સરી ગઈ, ખાલીપાનો શ્વાસ ભરીલે
યાદ બની ઝળહળ, જીવતર આખું વિસરીએ"
ખાલીપાના સમયે.....................
અત્યારે તો સભર છું, તૃપ્ત છું
પણ
ખાલીપાના સમયે,
ખરી પડવાના સમયે
તારા ખોળે
મારા અંતિમ શ્વાસના સુરો શમી જાય
તેટલી મૈત્રી તો નિભાવીશ ને?
-પ્રણવ

ડૉ.મહેશ રાવલ said...

વાહ નાણાવટીસાહેબ....
બહુ જ સુંદર કલ્પન અને એવી જ સુંદર અભિવ્યક્તિ.
-અભિનંદન.