29.11.09


અટકળ જમા કરી અને ઈચ્છા ઉધારતો
ખાતાવહી હું સાવ અમસ્તો વધારતો


શબ્દો તણાં કવન મેં સજાવ્યા છે મૌન પર
નહીંતર દશા શું હોત વેદનાની, ધાર...તો..!!


જાજમ બિછાવો કેસરી ગુલમ્હોરની, પછી
ટહુકા ઉપર સવાર થઈ, ફાગણ પધારતો


તાળો મળે કે ના મળે, પરવા નથી મને
જે દાખલો ગણું, પ્રભુ એને સુધારતો

1 comment:

k m cho? -bharat joshi said...

"તાળો મળે કે ના મળે, પરવા નથી મને
જે દાખલો ગણું, પ્રભુ એને સુધારતો"

...................................હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

આ તો છે અતિતનો "તાળો"