24.10.11

હવે તો હસીલે, જો આવી દિવાળી
ભલે મોંઘવારી તણી ચીસ કાળી

છે મુઠ્ઠીમાં બોનસ, ને ખોબાનો ખરચો
ઉજવણીની રીતો છે કેવી નીરાળી

દિવે તેલ રેડીને અજવાળી રાતો
પુછે કોણ, કેવી પછી રાત ગાળી..?

પુરો રંગ બેરંગી રંગોળીઓ પણ
કદી એવી રંગતને ઘરમાં ન ભાળી

છ મહીનાનું રાશન, અને શાકભાજી
ફટાકે, રકમ એટલી આજ બાળી

બનાવટથી ભરપુર ખાધી બનાવટ
હજી કોઇ ઈચ્છાઓ કેમે ન ખાળી..!!

ન ઘરમાં ટકે એનુ પુજન કરો છો
પછી એ જ કરશે સતત દેવા-વાળી

ફરી આજ પહેરીલે મહોરું ખુશીનું
ઉતારી મુકી દેજે કાલે સંભાળી

ગઝલને આ વાંચી ન વાંચી ગણી લો
કહું આજ સહુને હું હેપ્પી દિવાળી

2 comments:

vatsalya said...

સાવ સાચી વાત.......
તેમ છતાં..........
કહું આજ સહુને હું હેપ્પી દિવાળી.....
નિરુપમ અવાશિયા

Anonymous said...

દિવે તેલ રેડીને અજવાળી રાતો
પુછે કોણ, કેવી પછી રાત ગાળી..?
vaah moj .. amar mankad