સ્પર્શને ક્યાં હોય છે કોઈ વ્યાકરણ
હોય છે બસ લાગણીનું આવરણ
કર્મ, ને દ્રઢતા તણી બાંધો જટા
તો પછી ઈચ્છાનું થાયે અવતરણ
દાદ ના પગલાં કદી પાડો, પ્રિયે
મેં બિછાવ્યું છે ગઝલનું પાથરણ
સ્વપ્નમાં આવે અચૂક એ, શું કરું
કેટલા કરવા અમારે જાગરણ
મોક્ષને પામી શકો ના એમ કંઇ
જીવવું પડશે બધાયે આમરણ
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
દાદ ના પગલાં કદી પાડો, પ્રિયે
મેં બિછાવ્યું છે ગઝલનું પાથરણ
-ખૂબ સુંદર શેર...
વ્યાકરણ..સુંદર પ્રયોગ-રદીફ/કાફિયા-મજબૂત છે..સુંદર ગઝલ..
સ્પર્શને ક્યાં હોય છે કોઈ વ્યાકરણ
હોય છે બસ લાગણીનું આવરણ
કર્મ, ને દ્રઢતા તણી બાંધો જટા
તો પછી ઈચ્છાનું થાયે અવતરણ
very nice..
v. nice one !!
Post a Comment