29.7.08

હથેળી હકીકતમાં ચોપાટ છે
નરી અટકળોની રઝળપાટ છે

સબંધોના શહેરોયે સૂના પડ્યાં
હરેક મોડ પર કોઈ કચવાટ છે

હવે મ્રુગજળોનાયે સોદા થતાં,
તરસ, છળ, હરણ, રણ માં રઘવાટ છે

તમારા વિરહમાં આ ટહુકા તો શું
ખર્યું પાન પણ એક ઘોંઘાટ છે

હવા કોણ દેતું ચિતાને સતત
તમારાજ શ્વાસોના સુસવાટ છે

1 comment:

વિવેક said...

સુંદર ગઝલ.

મૃગજળ લખવા માટે mRjaL લખવું પડશે.