13.10.08

આપણો સંગાથ આકર્ષણ સુધી
શી રીતે પહોંચી ગયા ઘર્ષણ સુધી

વિસ્તરે છો પહોંચ તારી ચોતરફ
બિંબની ઓળખ રહે દર્પણ સુધી

એક ક્યારાની સૂણો તુલસી કથા
ડાળથી કાપે મજલ તર્પણ સુધી

તે પછી રસ્તા ઘણા નીકળી પડે
તું પ્રથમ આવી તો જો અડચણ સુધી

દિલ સુધી ઉતરે બધાં, પણ આપ તો
રક્તમાં વહેતાં અમારાં કણ સુધી

હોય જાણે કેમ રેખા લક્ષમણી
આંસુઓ આવે ફકત આંજણ સુધી

1 comment:

ડૉ.મહેશ રાવલ said...

વાહ સર!
કોઇ એક શૅર વિષે વાત કરીશ,તો બીજા શૅરને અન્યાય કરી બેસીશ-આખી ગઝલ ખરેખર સારી લખાઈ છે.દરેક શૅર પાસે પોતાનો અલગ અર્થ છે-અભિનંદન.