21.4.09

આજ કહો તો કહેશે કાલે
હાથ હવે ક્યાં કોઈ ઝાલે

ચાલ ચલ્યો સુરજની જેવી
મ્હાત કર્યો સંધ્યાની ચાલે

કોણ કહે છે કંકુ ચોખા ?
બુંદ હતાં પ્રસ્વેદી ભાલે

શેર જવાબી એક કહ્યો ત્યાં
મૌન ધરી લીધું વૈતાલે

લાખ અને ચોર્યાશી ભવનુ
કામ કર્યું અંતે કરતાલે

2 comments:

Anonymous said...

આજ કહો તો કહેશે કાલે
હાથ હવે ક્યાં કોઈ ઝાલે.....
Nice...Gazal Lakhata raho ! Pan Avo Chandrapukar par ne aapo pratibhav pan....Chandravadan

વિવેક ટેલર said...

કોણ કહે છે કંકુ ચોખા ?
બુંદ હતાં પ્રસ્વેદી ભાલે

શેર જવાબી એક કહ્યો ત્યાં
મૌન ધરી લીધું વૈતાલે

લાખ અને ચોર્યાશી ભવનુ
કામ કર્યું અંતે કરતાલે

-સુંદર ગઝલ... આ ત્રણ શેર તો ખૂબ ખૂબ ખૂબ ગમી ગયા...