4.8.09


ક્ષણને વાવો, ઘટના ઉગશે
શમણાથી ડાળીઓ ઝુકશે


અક્ષર ઢાઈ શીખ્યો આજે
પહેલો કાગળ તમને પુગશે


ચપટી તાંદુલ આપી તો જો
સંબંધોની ભ્રમણા તુટશે


છળ-છલતાં મેં પીધાં એવા
રણનાં સઘળાં મૃગજળ ખુટશે


ભરચક્ક જીવજો, કોણે જાણ્યું
કોનો, ક્યારે નાતો છુટશે


માળા કેરા મણકા આપણ
સહેજે ખસતાં, બિજો ઉભશે

2 comments:

Anonymous said...

ક્ષણને વાવો, ઘટના ઉગશે
શમણાથી ડાળીઓ ઝુકશે




અક્ષર ઢાઈ શીખ્યો આજે
પહેલો કાગળ તમને પુગશે


I just copied 2 lines...but the entire RACHANA is so nice...words just flow so nicely !>>Chandravadan.
www.chandrapukar.wordpress.com

k m cho? -bharat joshi said...

"ક્ષણને વાવો, ઘટના ઉગશે"

ક્ષણની વાવણી કરતો આવ્યો છુ,ઘટનાની મોલાતો લણતો રહ્યો છુ,