રઝળતું મને એક સપનુ મળ્યું
હતું કોઈ લાચારનુ વણ ફળ્યું
હતું કોઈ લાચારનુ વણ ફળ્યું
ઉદાસી, અધુરીસી ઈચ્છા ભર્યું
ખભે શિશ મારા ઉપર એ ઢળ્યું
ખભે શિશ મારા ઉપર એ ઢળ્યું
દિલાસાના શબ્દો ઝબોળી અમે
નરી લાગણીમાં, કર્યું મ્હો ગળ્યું
નરી લાગણીમાં, કર્યું મ્હો ગળ્યું
જરા સ્વસ્થ થાતાં એ બેઠું થયું
છતાં જાણે સંકટ હજુ ના ટળ્યું
છતાં જાણે સંકટ હજુ ના ટળ્યું
"થશે માનવી ક્યારે માનવ હવે"
કહી એણે મસ્તક ફરી આફળ્યું
કહી એણે મસ્તક ફરી આફળ્યું
2 comments:
" શબ્દ સૂર " સુંદર બ્લોગ. આજે તમારા બ્લોગમાં અચાનક
પદાર્પણ કર્યું.
રઝળતું મને એક સપનું મળ્યું,
હતું કોઈ લાચારનું વણ ફળ્યું .
અભિનંદન. ખુબ ખુબ સુંદર.
"સ્વપ્ન" જેસરવાકર
Great!
You're a
Chhupa Rustum indeed!
Keep up the good word...
Rajkotio
Post a Comment