13.8.10

પરોઢિયે લટાર

ફુલોની નાવ લઈ ઝાકળના દરિયામાં હલ્લેસા માર
સોનેરી કિરણોનુ આવે તોફાન , ચાલ હલ્લેસા માર
ચાલ હલ્લેસા માર
વૃક્ષોની ડાળ પર માળામાં રહેતો એક કલરવ કુમાર
છાતીનો એક એક વાળ એનો વાસંતી વિણાનો તાર
ચાલ હલ્લેસા માર
ખળખળતાં ઝરણામાં છબછબીયા કરવા તું ચહેરો ઉતાર
ચહેરાની પાછળ જો, ઈચ્છાઓ કેટલીયે સુક્કી સુનકાર
ચાલ હલ્લેસા માર
મસ્તીથી છલકાતા વાયરાની હેલ સહેજ મુકે જો નાર
ખોબો ભરીને આજ પીવી છે શ્વાસ મહી ઉગતી સવાર
ચાલ હલ્લેસા માર
કોણે રે વાવી આ ઉડતાં પતંગિયાની ચપટી બે ચાર
કેસુડો, ચંપો ને ગુલમહોરી હરિયાળી નિરખો ચો ધાર
ચાલ હલ્લેસા માર

1 comment:

kavilok said...

જગદીપભાઈ,

આપે પરોઢિયે લટાર દ્વારા અત્રેની રાત્રીના સૂનકારમાં સોનેરી કિરણોનું તોફાન જગાવી દીધું. તરત ગાવાનું મન થાય એવી બળભરી રચના. આપના અનેરા અવાજમાં મૂકશો તો ટહુકો થઈ પરોઢિયું દઈ કલરવશે.

આપની નવીનતમ રચનાઓ વાંચી અનેરી તાજગી અનુભવાય છે.

આભાર અને શુભકામનાઓ સાથે,
દિલીપ ર. પટેલ