26.8.10

આંખમાં એક અણદીઠું સપનુ મને ખટક્યા કરે
કોણ મારે આંગણે આવી અને અટક્યા કરે
.
પંખીઓના ઝુંડ, ને કલરવ હવે છે વારતા
એક ટહુકા માત્રથી સૌ ડાળખી બટક્યા કરે
.
આ નગરની ખાસીયત વરસોથી એવી છે, અહીં
લાગણીની હાટમાં તાળા બધે લટક્યા કરે
.
જીંદગી, એ બંધ મુઠ્ઠીમાં મુલાયમ રેત છે
લાખ ચાહો તે છતાયે એ સતત છટક્યા કરે
.
ચાલ, બન્ને મૌનની કેડિએ ડગલા માંડીએ
વાત કરશું તો પછી એ સહેજમાં વટક્યા કરે

2 comments:

ડૉ. મહેશ રાવલ said...

વાહ જગદીપભાઈ....
એક એક શેર ખૂબજ ભાવવાહી બન્યો છે.
-અભિનંદન.
ક્યારેક પધારો www.drmahesh.rawal.us પર
મારી ગઝલો માણવા....

neetnavshabda.blogspot.com said...

આ નગરની ખાસીયત વરસોથી એવી છે, અહીં
લાગણીની હાટમાં તાળા બધે લટક્યા કરે...

different-unique..shabdaprayaog..
touching..