31.10.11

ચમનમાં ખુદા તેંય રાખ્યા છે વારા
કદી કંટકો, તો કદી ફુલ મારાં

કદાપિ ન પહોંચી શક્યો મંઝિલે હું
હતાં વેષ થોડા, ને ઝાઝા ઉતારા

હરેક ડાળ ખુદની વ્યથાઓ સુણાવે
ધરાને રજેરજ, ખર્યા પાન દ્વારા

અનુભવની કાળાશ આંજી જીવનમાં
થયા એટલે કેશ, ધોળા અમારાં

સમયને ભરી શાહીની જેમ કિત્તે
પછીથી લખાયા છે સંજોગ મારાં

ગઝલ રૂપ જીવનનો મક્તા મરણ છે
કહે લોક એમાયે વાહ વાહ દુબારા

2 comments:

Markand Dave said...

અનુભવની કાળાશ આંજી જીવનમાં
થયા એટલે કેશ, ધોળા અમારાં

ખૂબ સુંદર રચના,ડૉક્ટરસાહેબ, દિલથી અભિનંદન.

Anonymous said...

હરેક ડાળ ખુદની વ્યથાઓ સુણાવે
ધરાને રજેરજ, ખર્યા પાન દ્વારા...

અનુભવની કાળાશ આંજી જીવનમાં
થયા એટલે કેશ, ધોળા અમારાં...

jamavat kharekhar jamavat ... amar mankad