18.12.09


સહેજ હજી મૃગજળ મમળાવ્યું
જંગલને બહુ લાગી આવ્યું


શબ્દ વગરના વાણી ગૃહે
મૌન અમે હોઠે લટકાવ્યું


બંધ રચી, પાપણનો આંખે
સ્વપ્ન ઝરણ કોણે અટકાવ્યું


દુ:ખ ઉગ્યાં ખેતરના ખેતર
ક્યાંય અમે તો નહોતું વાવ્યું


જામ ખુટ્યા, થઈ બોતલ ખાલી
માંડ મને જ્યાં પીવું ફાવ્યું

2 comments:

k m cho? -bharat joshi said...

સુંદર શબ્દાનુપ્રાસ વાળી રચના !!!!!!!

"દુ:ખ ઉગ્યાં ખેતરના ખેતર
ક્યાંય અમે તો નહોતું વાવ્યું"
લા.....જવાબ

Pancham Shukla said...

Nice Gazal.