16.2.11

ચાલ હવે મૃગજળમાં મારીએ ધુબાકલા
મૌન ભલે કાંઠે ઉભીને કરે હાકલા

માર હજી હલ્લેસા મધદરિયે રેતનાં
ક્યાંક તને સાંપડશે બળબળતાં માછલાં

ઘૂંટ ભરૂં ઈચ્છાના વરસોથી કેટલા
તોય મારી તરસ્યુથી છલકાતાં માટલાં

ભીડ મહીં મુંજારો થાય મને પંથમાં
સાથ હતાં એકલતા પહેરેલા કાફલા

અંત ઘડી ઉભરાયું હેત કેમ આટલું ?
ક્યાંય કદી જોયા ના ભાઈબંધ આટલા

2 comments:

JP said...

Good one.
અંત ઘડી ઉભરાયું હેત કેમ આટલું ?
ક્યાંય કદી જોયા ના ભાઈબંધ આટલા

Anonymous said...

અંત ઘડી ઉભરાયું હેત કેમ આટલું ?
ક્યાંય કદી જોયા ના ભાઈબંધ આટલા ... takat just solid... mankad amar