23.7.11

બાણશૈયા મખમલી લાગે હવે
મોર પિછું ત્યારથી વાગે હવે

જીંદગી મારું રહ્યું સપનુ ફકત
જીવવાને, શું ભલા જાગે હવે

ઝાંઝવા તો ઝાંઝવા, પીવા રહ્યા
પથ્થરો નાખી દીધા કાગે હવે

ગીત મારી વેદનાના, કોઈ થી
ના ગવાતા કોઈ પણ રાગે હવે

જે હતાં બાકી, અમારી જીંદગી,
એ ચિતાનું નામ લઈ, દાગે હવે

શું બુકાની, મોતની, પાછળ હશે
જે હશે પડશે ખબર આગે હવે

1 comment:

Anonymous said...

બાણશૈયા મખમલી લાગે હવે
મોર પિછું ત્યારથી વાગે હવે

જીંદગી મારું રહ્યું સપનુ ફકત
જીવવાને, શું ભલા જાગે હવે

અદભૂત...

સાહેબ તમારું લખાણ ઘણું સરસ છે અને એટલેજ મેં તમારા બ્લોગ ની લિન્ક ફેસબુક ઉપર મૂકી છે...