દિવસે ઊષા, સાંજે સંધ્યા, કેવું રે..!!
સુરજ પાસેથી પણ શીખવા જેવું રે...!!!!
મુશળધારે લાગણીઓ વરસાવીને
ઝળઝળીએ ટપકે, પાંપણનું નેવું રે
હલ્લેસા દે, નહીંતો શઢમાં હામી દે
મધદરિયે શું હાલક ડોલક રહેવું રે
તારી યાદોને ખંડેરે આજે પણ
ઈચ્છા નામે ફડફડતું પારેવું રે
અંતે મયખાને જઈ પ્યાલી ભરવી રહી
સજ્જનતાનું મહેણું ક્યાં લગ સહેવું રે
સુરજ પાસેથી પણ શીખવા જેવું રે...!!!!
મુશળધારે લાગણીઓ વરસાવીને
ઝળઝળીએ ટપકે, પાંપણનું નેવું રે
હલ્લેસા દે, નહીંતો શઢમાં હામી દે
મધદરિયે શું હાલક ડોલક રહેવું રે
તારી યાદોને ખંડેરે આજે પણ
ઈચ્છા નામે ફડફડતું પારેવું રે
અંતે મયખાને જઈ પ્યાલી ભરવી રહી
સજ્જનતાનું મહેણું ક્યાં લગ સહેવું રે
2 comments:
સરસ ગઝલ જગદીપભાઈ...
૩જો શેર બહુ ગમ્યો.
-અભિનંદન.
as usual pratham ane chelli pankti rocks... સજ્જનતાનું મહેણું ક્યાં લગ સહેવું રે
maja aavi ... amar mankad
Post a Comment