1.8.11

નગર...આજે

નગર આખું ઓકે, ધૂમાડો ધૂમાડો
જલે કેટલા દિલ, ગણતરી તો માંડો

સબંધોનાં દ્વારો છે જડબેસલાકે
હવે કોઈ બારી અમસ્તી ઉઘાડો

સમયને લઈ શ્વાસમાં, હાંફતો એ
વિસામા સમુ કોઈ એને સુઝાડો

રગેરગમાં બેજાન, જીવતો આ માણસ
જરા લાગણીઓનો આસવ પિવાડો

અહીં એક માનવ અભાગી સુતો છે
મઝારે હરેક એવી તકતી લગાડો

1 comment:

k m cho? -bharat joshi said...

"નગર આખું ઓકે, ધૂમાડો ધૂમાડો
જલે કેટલા દિલ, ગણતરી તો માંડો"

આ તો આપણા નગરના લોકોની વેદનાને વાચા આપી છે -:)