17.10.11

ક્યાંક તો સંતાઈ 'એ' બેઠો હશે
માર્ગથી ફંટાઈ એ બેઠો હશે

આપણા સૌના નહિ તો કોઈના
દિલ મહી પન્કાઈ એ બેઠો હશે

ફૂલ ચંદન કે છતર સોને નહિ
ઝૂંપડે ઢંકાઈ એ બેઠો હશે

કેસુડાં, ચંદન લઇ ઠાલા ફરો
પ્રેમથી રંગાઈ એ બેઠો હશે

આ કલમ એણેજ પકડાવી, પછી
સ્યાહીમાં રેલાઈ એ બેઠો હશે

વેદ, ગીતા કે કુંર્રા બાઈબલ પઢો
થઈને અક્ષર ઢાઈ એ બેઠો હશે

બંદગીને જો તમે તાણે વણો
ચાદરે ગૂંથાઈ એ બેંઠો હશે

માનવી તારા અનૈતિક ધામમાં
હર ખૂણે લજવાઈ એ બેઠો હશે

2 comments:

k m cho? -bharat joshi said...

"ક્યાંક તો સંતાઈ 'એ' બેઠો હશે
માર્ગથી ફંટાઈ એ બેઠો હશે"

"એ" તો બધુ બરાબર પણ 27.8.11 થી આપ ક્યાં સંતાઇ ગ્યા’તા?
કે પછી આપ પણ "એ" ની તલાશમાં......?

jayanta jadeja said...

hashe shabda pan kalpana pan hashe, Khauda shbda che to khuda pan hashe.

sache ja.....

kyank santaine e betho hashe.

really great Sir.......