4.5.09


રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

છળના અફાટ રણમાં પિગળતો આ આયનો
મૃગજળ થઈને આજ ફરીથી મને છળે

વાતો તણો સબંધ હવે ક્યાં રહ્યો છતાં
અફવા જરાક અમથી બધાં કાન સાંકળે

પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
લીલું મઝાનું પૂણ્ય ઉગે એક કૂંપળે

તુલસી નહીં, ન જળ કોઈ જીહવા ઉપર હશે
રમતું તમારું નામ સતત આખરી પળે

1 comment:

વિવેક ટેલર said...

ખૂબ જ સુંદર ગઝલ... બધા જ શેર જાનદાર થયા છે... વાહ !