આવરે.....વરસાદ
સાંભળજે.. તું સાદ
સાંભળજે.. તું સાદ
છે તરસ જળની અષાડી માસના સોગંદ છે
ના ખપે મૃગજળ હવે, આભાસનાં સોગંદ છે
ના ખપે મૃગજળ હવે, આભાસનાં સોગંદ છે
માનવી તો ઠીક પણ જોજે અબોલા જીવને
જે ચડ્યા અધ્ધર, બધાનાં શ્વાસના સોગંદ છે
જે ચડ્યા અધ્ધર, બધાનાં શ્વાસના સોગંદ છે
રામ, લક્ષમણ, જાનકીનો તો સહી લીધો અમે
કેમ સહેશું, તેં લીધો વનવાસ, ના સોગંદ છે
કેમ સહેશું, તેં લીધો વનવાસ, ના સોગંદ છે
માનવીના આંતકોથી થરથર્યા કરીએ, હવે
ઓણ સાલે તેં ગુઝાર્યા ત્રાસના સોગંદ છે
ઓણ સાલે તેં ગુઝાર્યા ત્રાસના સોગંદ છે
સ્થાન જે લીધું પ્રભુ, તેને હવે શોભાવજે
જેમના પર જીવતા, વિશ્વાસના સોગંદ છે
જેમના પર જીવતા, વિશ્વાસના સોગંદ છે
3 comments:
સુંદર રચના...
Nice one ! Keep writng !
Chandravadan Mistry.
www.chandrapukar.wordpress.com
જ્યારે વિશ્વાસના સૌંગદ આપાય જાય,ત્યારે તો ઍ સૌંગદ પાળવા સિવાય જ છૂટકો નથી !!
સમાચાર: તારીખ:03/07/2009
જેતપુરમા મેઘરાજાની પધરામણી 3 ઇચ ખોબલાધારે વરસાદ !!!!!!!!!
Post a Comment