19.7.09



સ્નેહી મિત્રો,
આજ સુધી આપ સૌને, તમને ગમે કે
ન ગમે, પણ મેં મારા શબ્દના બુઠ્ઠા તો બુઠ્ઠા
બાણ વડે ઘાયલ કરેલ છે.......વળી જેવું તેવું
ગાઈ બજાવીને પણ તમારા કર્ણ પટલ ઉપર
ત્રાસ ગુજાર્યો છે......તો હવે તમારી નજરનો શું
વાંક ?....તો ચાલો આજે એક ત્રાસ વધુ ગુજારૂં...
સાડત્રીસ વરસ પહેલા એસ.એસ સી. ના વેકેશનમા
સમયનો સદ ઉપયોગ કરતા અને મારી જાતને
એક ચિત્રકાર ગણી, આ પેન્સીલ સ્કેચ દોર્યો હતો
જે આજે પણ અકબંધ સાચવી રાખવા માટે
મારી પત્નિ હીનાનો જેટલો આભાર માનુ એટલો
ઓછો છે.......તેની સાચવણને સો સલામ...!!!!
આ ચિત્ર જોઈ અને એક રચના (વળી એક ત્રાસ)
લખવાનું મન થઈ આવ્યું....જે આપ સૌની સાથે
શેર કરૂં છું...........
ઈશ્વર તમને સહુને સહન કરવાની શક્તિ અર્પે..
ડો. નાણાવટી

એક આંસુ શોભતું જે ગાલ પર
સેંકડો કુરબાન, એના વ્હાલ પર

સાચવી રાખ્યું હજી રાખી જતન
સો સલામો વાઇફ્ને, કમ્માલ પર

જો પિકાસો, કે દ વિન્ચી ભાળશે
ઉતરી જાશે હવે હડતાલ પર !!

સોણલું મનના ખુણે એવું ખરૂં
ટંકશાળો ખણખણે આ માલ પર !!

છટ રે મનવા, યાદ બચપણની બધી
ઉભરે પીંછીની હર એક ચાલ પર !!

3 comments:

Pancham Shukla said...

Nice Picture. You are good artist in many fields.

k m cho? -bharat joshi said...

"પેન્સીલ સ્કેચ દોર્યો હતો
જે આજે પણ અકબંધ સાચવી રાખવા માટે
મારી પત્નિ હીનાનો જેટલો આભાર માનુ એટલો
ઓછો છે.......તેની સાચવણને સો સલામ...!!!!"
સૌ પ્રથમ તો આપના શ્રીમતિજીને ખુબ ખુબ ધન્યવાદ.એમની સાચવણને લીધે આપનો એક ચિત્રકાર તરીકે પણ પરિચય થયો.બાકી તો સાહેબ એક ચિત્રકાર, કવિ,ગાયક,ડોકટર,જાદુગર આ બધાની સાચવણ માટે સો સલામ ઓછી નો પડે????????

sanjay said...

"TRAS" badal aabhar.Continue with such varieties of "TRAS".We love your various forms of "TRAS" i.e. "ARTS"...