7.2.11


મિત્રો,

સાહિત્યની દુનિયામાં એક કવિ નો મુખોટો ધારણ કરીને ૩ વર્ષ પહેલાં ગઝલ અને કવિતા
લખવાનું શરૂ કર્યું.....લખી લખીને બધી જ રચનાઓ બ્લોગ ઉપર મુકવાનું શરૂ કર્યું....
ધીમે ધીમે રચનાઓ નો સંઘરો થવા લાગ્યો, ઘણા હિતેચ્છુ અને મિત્રોએ સંગ્રહ માટે આગ્રહ
અને આજીજી કરી પણ કામની વ્યસ્તતા અને થોડું નહી પણ ઘણું આળસ તેમા "કામ કરી" ગયું..!!!!!!
એની વે.... આ રચત્નાત્મક કાર્ય કરતાં કરતાં ક્યારે દિકરી મોટી થઈ ગઈ અને ક્યારે
તેને સાસરે વળાવવાનો પ્રસંગ આવી ગયો તેની ખબર જ ન રહી....મારી ટેવ ( કે કુટેવ..!!)
મુજબ વારંવાર પ્રસંગોપાત રચનાઓ લખવાનું મને જાણે અજાણે વ્યસન થઈ ગયું હતું......આજ જ્યારે મારા
ઘરમાંજ અંગત પ્રસંગ આવી રહ્યો છે ત્યારે આદત પ્રમાણે લાગણીથી તરબોળ રચના
લખાઈ ગઈ......અને જોગાનુજોગ તો જુઓ.. અમારી વહાલસોઇ દીકરીને સંબોધીને રચેલી આ ગઝલ
મારા બ્લોગ ઉપર ૫૦૦ મી રચના છે........જે આજ મારી દીકરીને અર્પણ કરૂં છું.........
( અરે યાર ૫૦૦ કવિતા સુધી તમે કોઈ પણ બોલ્યાએ નહીં.. અને મને સહન જ કર્યા ક્ર્યો..? તમારી ધીરજને
પણ ૫૦૦ સલામ.....)
ચાલો આ રચના વાંચીને તમે પણ તમારી લાડકવાયીને
બે ઘડી પ્રેમથી યાદ કરી લેશો એટલે બંદાની મહેનત સાર્થક...!!!
મારી એક ડાળીને ફુટી છે પાંખો
જોતી રહી ઝળઝળતી બન્નેની આંખો
પાંચીકે રમતી’તી આંગણીયે ત્યાંતો
વ્હાલપનો દરિયો કોઈ લુંટી ગ્યો આખો
માવડીયે સીંચી છે પિયરીએ એવી
સાસરીયે પડશે ના જન્મારો ઝાંખો
ટોડલીએ ચિતર્યા મોરલીયાને કહી દો
યાદોનાં ટહુકાને સંભાળી રાખો
હરખાતી મોલાતે આંસુડા છાંટું
પરભુજી કેવી આ અવઢવમાં નાખો

ડો. નાણાવટી

10 comments:

Jayshree said...

ટોડલીએ ચિતર્યા મોરલીયાને કહી દો
યાદોનાં ટહુકાને સંભાળી રાખો...

આ રચના પર 'વાહ... ' કહું કે 'આહ..... '
પિયર... પાંચીકા.... મમ્મી પપ્પા.... એ દિવસ.... કેટકેટલું યાદ કરાવી દીધું તમે....

તમારી દીકરી ને અઢળક શુભેચ્છાઓ.....

k m cho? -bharat joshi said...

૫૦૦ મી રચના પર કોઇ શબ્દો નહી...ફ્ક્ત અહેસાસ... સ્પંદનો... આપના મેઇલ બોક્સ માં.................

Anonymous said...

wow . you are one of those talented father who can express there feeling by beautieful words. congratulation to you for 5th century in poem and lots of blessing to little angel drasti. dr.sharad bheda

Anonymous said...

wow . you are one of those talented father who can express there feeling by beautieful words. congratulation to you for 5th century in poem and lots of blessing to little angel drasti. dr.sharad bheda

Anonymous said...

wow . you are one of those talented father who can express there feeling by beautieful words. congratulation to you for 5th century in poem and lots of blessing to little angel drasti. dr.sharad bheda

દિલીપ પટેલ said...

જગદીપભાઈ,

પૂરજોશમાં પાંચશો જેટલી મજેદાર અને અવનવી રચનાઓ પ્રગટાવી પ્રગતિશીલ રહેલો આપનો આ ગઝલદીપ સવિશેષ અજવાળાં પાથરતો રહે એજ શુભેચ્છાઓ.

આપે સાંપ્રત સમયને અનુલક્ષીને ઘણી, અને વળી અવનવી શીઘ્ર રચનાઓ ગુજરાતી સાહિત્યને આપી છે. એવી જ આ આપની લાડકવાયીના આવી રહેલા લગ્ન પ્રસંગોચિત લાગણીસભર રચના.

આપની વહાલસોઈ દીકરીને શુભ લગ્નજીવનની શુભેચ્છાઓ સાથે,

દિલીપ ર. પટેલ

Anonymous said...

જગદિપભાઇ,
પિતા-દિકરીના સંબંધને તો દીકરીનો પિતા જ જાણી શકે.
આપની વહાલસોઈ દીકરીને શુભ લગ્નજીવનની શુભે્ચ્છા.

jayanta jadeja said...

great!being in a diffrent proffession and excelling in another......... we r eager to read more and more.....

vatsalya said...

૫૦૦ મી રચના......અભિનંદન........
“He smiled when he made daughter
because he knew he had
created love and happiness
for every mom and dad”

“ઈશ્વરે પુત્રી અને સ્ત્રીને સર્જી ને જગત માં પ્રેમ અને સુખ નું સર્જન કર્યુઁ છે.”
નિરુપમ

Anonymous said...

motabhai, upar aapna mitro ane snehijano ghanu kidhu kai baki nathi rakhyu .. pan chata ek story in shortened form...

Once Father-Daughter were crossing river which was flooded. Daughter took father's hand in her hand and just said " bapuji chinta karo ma, me tamaro hath jhilyo che, tamne kai nahi thava dau" --- mankad amar