લીધી મશાલ છેક બળી જાય શું કરું
આ હાથ મીણ જેમ ગળી જાય શું કરું
બીજા તો બધાં ઠીક પરંતુ આ આયનો
પોતાનો થઇને સાવ છળી જાય શું કરું
તપતો’તો મારો સૂર્ય ચકાચોંધ ચોતરફ
મધ્યાને યકાયક એ ઢળી જાય શું કરું
સપનાને છોડ , રૂબરૂ હરગીઝ મળ્યા નથી
સંદર્ભો તોય ક્યાંક મળી જાય શું કરું
મારે તો સફર ખેડવી’તી દૂર, હજી દૂર
ચરણો તમારે દ્વાર વળી જાય શું કરું
આ હાથ મીણ જેમ ગળી જાય શું કરું
બીજા તો બધાં ઠીક પરંતુ આ આયનો
પોતાનો થઇને સાવ છળી જાય શું કરું
તપતો’તો મારો સૂર્ય ચકાચોંધ ચોતરફ
મધ્યાને યકાયક એ ઢળી જાય શું કરું
સપનાને છોડ , રૂબરૂ હરગીઝ મળ્યા નથી
સંદર્ભો તોય ક્યાંક મળી જાય શું કરું
મારે તો સફર ખેડવી’તી દૂર, હજી દૂર
ચરણો તમારે દ્વાર વળી જાય શું કરું
1 comment:
સુંદર ગઝલ... આ બે શેર ખૂબ ગમી ગયા:
સપનાને છોડ , રૂબરૂ હરગીઝ મળ્યા નથી
સંદર્ભો તોય ક્યાંક મળી જાય શું કરું
મારે તો સફર ખેડવી’તી દૂર, હજી દૂર
ચરણો તમારે દ્વાર વળી જાય શું કરું
-એક સૂચન કરી શકું?:
મધ્યાનેની જગ્યાએ મધ્યાહ્ને હોવું જોઈએને? અને યકાયક પણ આપણી ભાષાનો શબ્દ નથી. એની જગ્યાએ અચાનક વાપરી શકાય? ગઝલ સંગોપાંગ ગુજરાતી હોય તો વધુ મજા ન આવે?
Post a Comment