17.6.10

ખુલતાં વેકેશને

બચપણને દફતરમાં નાખી બાળક ચાલ્યું
અરમાનો મા-બાપના લાદી બાળક ચાલ્યું

ગિલ્લી દંડા, થપ્પાને પગમાં ઘાલીને
લેસન નામે લેસ કસાવી બાળક ચાલ્યું

ગિરી કંદરા, દરિયો, જંગલ ઝરણા છોડી
નવ્વાણુંની સાંકળ બાંધી, બાળક ચાલ્યું

શિંગ ચણા, મમરાને છોડી ધીરે ધીરે
ફાસ્ટ ફુડના ડૂચા ચાવી બાળક ચાલ્યું

ચટ્ટા પટ્ટા યુનિફોર્મમાં જાત લપેટી
દિશાહીનતા આંખે આંજી બાળક ચાલ્યું

શિક્ષણની હાટડિઓમા વેપારને કાજે
ખુદને જાણે, માલ બનાવી બાળક ચાલ્યું

2 comments:

prashantbaxi said...

aajni vastawikta... khulta vacatione.. gr8 thought...

jayanta said...

તક્શસીલા નાલન્દા જેવી વિદ્યાપીઠને વીસરીને પરદેશનુ આન્ધડુ અનુકરણ કરનાર પેઢીને તમlચા રુપ સુન્દર રચના